Bhadas ब्लाग में पुराना कहा-सुना-लिखा कुछ खोजें.......................

2.2.21

આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ લઘુમતી સમુદાય માટે નિરાશાજનક

આજે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ૨૦૨૧-૨૨ નું બજેટ વિત્ત મંત્રી નિર્મળા સીતારમણ દ્વારા રજુ કરવામાં આવેલ, આ બજેટમાં લઘુમતી કાર્યમંત્રાલય નું બજેટ ઘટાવી દેવામાં આવેલ છે. પાછલા વર્ષ ૨૦૨૦-૨૧ નું બજેટ ૫૦૨૯ કરોડ હતું જયારે આ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪૮૧૦.૭૭ કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવેલ છે, પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે ૨૧૮.૨૩ કરોડની કમી કરવામાં આવેલ છે.


આ ઘટાડો શિક્ષણ ક્ષેત્રને લગતી યોજનાઓ જેમ કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં 67 કરોડ, મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજનામાં 75 કરોડ, મૌલાના આઝાદ રાષ્ટ્રીય ફેલોશીપ યોજનામાં 76 કરોડ, શિક્ષણ લોનની વ્યાજ સબસિડી યોજનામાં 6 કરોડ, સ્પર્ધાત્મક પરીક્ષા યોજનામાં 2 કરોડનો  ઘટાડો કરાયો છે. શિક્ષણ ક્ષેત્રે 149 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે.

તે જ સમયે, વકફ વિકાસ યોજનામાં 5 કરોડ ઘટાડવામાં આવ્યા છે.

આ સરકારનો સૌથી મોટો જોર કૌશલ્ય વિકાસ પર છે, નઈ મંજિલ યોજનામાં 33 કરોડનો ઘટાડો, ઉસ્તાદ યોજનામાં 13 કરોડનો ઘટાડો, મહિલા નેતૃત્વ તાલીમ યોજનામાં 2 કરોડનો ઘટાડો, લઘુમતી નાણાં અને વિકાસ નિગમના શેર અંશમાં 7 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે.

લઘુમતીઓ માટેના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સંશોધનમાં 9 કરોડનો ઘટાડો, સાંસ્કૃતિક વારસો બચાવવાની યોજનામાં 1 કરોડનો ઘટાડો, ઓછી વસ્તીવાળા જૂથ માટે 1 કરોડનો ઘટાડો છે. આ આઇટમમાં કુલ 11 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ભાષાકીય લઘુમતીઓ માટે સચિવાલયના ખર્ચ આઇટમમાં પણ 33 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમમાં 210 કરોડ ઘટાડવામાં આવ્યા છે.

આ બાબત દર્શાવે છે કે સરકાર લઘુમતી સમુદાય સાથે ભેદભાવ કરી રહી છે અને સરકાર નથી ઇચ્છતી કે લઘુમતી સમુદાય વિકાસ કરી શકે, માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (MCC) આ બજેટને ભેદભાવ પૂર્ણ માને છે અને માંગ કરે છે પછાત સમાજને ઉપર તરફ લાવવાની વિશેષ જોગવાઈ મુજબ બજેટના ઓછામાં ઓછા 10% વસ્તી અનુસાર કેન્દ્રિય બજેટમાં ફાળવવામાં આવે.

 

બિડાણ- બજેટ નોટ

તા- 1-2-21

આપનો


મુજાહિદ નફીસ

કન્વીનર MCC  

 

 પ્રેસ નોટ

No comments: